--Advertisement here--

ચાણક્ય નીતિ 11 : બાળકોને કઈ ઉંમરે પ્રેમ આપવો અને ક્યારે લાકડી? દરેક માતા-પિતાએ જાણવા જેવો 5-10-16 નો નિયમ

On: June 30, 2026 12:53 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આચાર્ય ચાણક્ય કહે છે કે જે માતા-પિતા પોતાના બાળકોને સાચું શિક્ષણ અને સંસ્કાર નથી આપતા, તેઓ પોતાના બાળકોના સૌથી મોટા શત્રુ છે. સંતાન મોટું થઈને કુળનું નામ રોશન કરે તે માટે ચાણક્યએ ઉંમર પ્રમાણે બાળઉછેરનો એક સુવર્ણ નિયમ આપ્યો છે:

“લાલયેત્ પંચવર્ષાણિ દશવર્ષાણિ તાડયેત્।

પ્રાપ્તે તુ ષોડશે વર્ષે પુત્રં મિત્રવદાચરેત્॥”

1. પ્રથમ 5 વર્ષ – અતિશય પ્રેમ (લાડ-કોડ):

બાળકના જન્મથી લઈને ૫ વર્ષની ઉંમર સુધી તેને ખૂબ પ્રેમ અને સ્નેહ આપવો જોઈએ. આ ઉંમરે તેના પર કોઈ નિયમો ન થોપવા, કારણ કે આ સમયે તેનું મન ખૂબ કોમળ હોય છે.

2. 6 થી 15 વર્ષ સુધી – શિસ્ત અને તાડના (નિયમો):

જ્યારે બાળક 6 વર્ષનું થાય ત્યારથી 15 વર્ષનું થાય ત્યાં સુધી તેના પર કડક નજર રાખવી જોઈએ. તે કોઈ ખોટી આદત કે કુસંગતમાં ન પડે તે માટે તેને શિસ્ત (Discipline) શીખવવી અને જરૂર પડે તો ઠપકો પણ આપવો.

3. 16 વર્ષ પછી – મિત્ર જેવો વ્યવહાર:

જ્યારે સંતાન 19 વર્ષનું થાય (એટલે કે યુવાનીમાં પગ મૂકે), ત્યારે માતા-પિતાએ તેની સાથેનો વહેવાર બદલીને એક ‘મિત્ર’ જેવો કરી દેવો જોઈએ. તેના પર નિર્ણયો થોપવાને બદલે તેની સાથે ચર્ચા કરવી જોઈએ, જેથી તે પોતાની વાતો તમારાથી છુપાવે નહીં.

error: Content is protected !!