🕉️ સનાતન વેદવાણી – ભાગ 18, ઋગ્વેદનો સંદેશ: સત્યનો માર્ગ કઠિન હોઈ શકે, પરંતુ શ્રેષ્ઠ છે

વૈદિક પરંપરામાં ‘સત્ય’ને જીવનનું સર્વોચ્ચ મૂલ્ય માનવામાં આવ્યું છે. ઋગ્વેદમાં સત્ય, ઋત (પ્રકૃતિનો શાશ્વત નિયમ) અને ધર્મના પાલન પર ભાર મૂકવામાં આવ્યો છે. સત્યનો માર્ગ હંમેશા સરળ નથી હોતો. ક્યારેક સત્ય બોલવાથી નુકસાન સહન કરવું પડે, વિરોધનો સામનો કરવો પડે અથવા એકલા ઊભા રહેવું પડે. છતાં લાંબા ગાળે વિશ્વાસ, સન્માન અને સ્થાયી સફળતા સત્યના માર્ગ … Read more

વાપી GIDCમાં રસ્તા સુરક્ષિત, પરંતુ ગુંજન રેસિડેન્શિયલ વિસ્તારમાં પાણી ભરાતા નોટિફાઇડની અને CETP ની લાઇનમાંથી ઊડતા ફુવારાઓથી પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ

બિલખાડી બેકાંઠે જતાં બેકવોટરથી ગુંજન વિસ્તારમાં પાણી ભરાયા; હોસ્પિટલ, શાળાઓ અને રહેણાંક વિસ્તારમાં જનજીવન પ્રભાવિત, રોડના ખાડા બન્યા અકસ્માતનું કારણ વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે વાપી GIDCમાંથી પસાર થતી બિલખાડી સહિતના અનેક નાળાઓ બેકાંઠે વહેતા થયા છે. બિલખાડીમાં પાણીનું સ્તર વધતાં બેકવોટરની સ્થિતિ સર્જાઈ છે, જેના … Read more

વાપીમાં માર્ગ સુરક્ષા જાગૃતિ સાથે 100% પરિણામ લાવનાર 525 શિક્ષકોનું સન્માન

વલસાડ રાજ્યના સૌથી વધુ માર્ગ અકસ્માત ધરાવતા પાંચ જિલ્લાઓમાં; “બે મિનિટની ઉતાવળ જીવનભરની પીડા બની શકે” – એસપી યુવરાજસિંહ જાડેજા વલસાડ જિલ્લા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન, વલસાડ જિલ્લા પોલીસ, વાપી મહાનગરપાલિકા અને જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મંગળવારે વાપીના નામધા રોડ સ્થિત પદ્મ વિભૂષણ રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે ‘માર્ગ સુરક્ષા જાગૃતિ અને પ્રતિભા સન્માન કાર્યક્રમ’નું … Read more

વલસાડ-ડાંગના સાંસદનો પ્રશ્ન, પરંતુ જવાબમાં સુરતના બારડોલી પ્રોજેક્ટનો ઉલ્લેખ

શું વલસાડ સાંસદે પોતાનાં સંસદીય વિસ્તાર બહારનો પ્રશ્ન સંસદમાં રજૂ કર્યો? સદર પ્રશ્નને જોતાં એવું જણાય આવે છે કે, આ પ્રશ્નનો જવાબ RTI થી પણ મેળવી શકાતે : સુત્ર Auranga Times | નવી દિલ્હી વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ લક્ષ્મણભાઈ પટેલ દ્વારા લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્ને સંસદીય પ્રાથમિકતાઓ અંગે ચર્ચા જગાવી છે. પ્રશ્નનો વિષય ગુજરાત … Read more

નવસારી રેલવે સ્ટેશન પર કર્ણાવતી એક્સપ્રેસને સત્તાવાર સ્ટોપેજ, વલસાડ–બોરીવલી MEMU ટ્રેન સુરત સુધી વિસ્તરશે

નવસારીના સાંસદ તથા કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી સી.આર. પાટીલના પ્રયાસોથી વર્ષોથી પ્રલંબિત રહેલી લોકમાગણીને સાકાર કરતાં કર્ણાવતી એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર સત્તાવાર સ્ટોપેજ મળ્યું હોવાનું ભાજપના નરેશ પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું છે કે વલસાડ–બોરીવલી MEMU ટ્રેનની સેવા સુરત સુધી વિસ્તૃત કરવામાં આવી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના હજારો દૈનિક મુસાફરોને … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ – 36 : ક્રોધ નિર્ણયને નબળો બનાવે છે, શાંતિ નિર્ણયને મજબૂત બનાવે છે

ભગવાન શ્રીકૃષ્ણના સમગ્ર જીવનમાં એક વિશેષ ગુણ સ્પષ્ટ દેખાય છે—પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય, તેમણે ક્યારેય ક્રોધને પોતાના નિર્ણય પર હાવી થવા દીધો નહીં. મહાભારતમાં અનેક પ્રસંગો એવા આવ્યા જ્યારે ભાવનાત્મક બની જવું સરળ હતું. છતાં શ્રીકૃષ્ણે હંમેશાં ધીરજ, વિવેક અને સમયોચિત નિર્ણયને પ્રાથમિકતા આપી. તેથી જ તેઓ માત્ર યોદ્ધા નહીં, પરંતુ શ્રેષ્ઠ માર્ગદર્શક બન્યા. … Read more

જ્યારે લોકશાહીમાં પ્રશ્ન પૂછનાર રસ્તા પર ઉતરે… ત્યારે ઇતિહાસ માત્ર લખાતો નથી, સર્જાય પણ છે

અનશનની આગ – (ભાગ – 10A) એક વ્યક્તિની ભૂખ… આખા દેશનો આક્રોશ સોનમ વાંગચૂકથી શરૂ થયેલી ચિંગારી કેવી રીતે યુવાનો, વિદ્યાર્થીઓ અને દિલ્હીની સડકો સુધી પહોંચી? ભારતના ઇતિહાસમાં અનશન માત્ર ભૂખ્યા રહેવાનું સાધન નથી રહ્યું. તે સત્યાગ્રહનું પ્રતીક છે. મહાત્મા ગાંધીથી લઈને પોટ્ટી શ્રીરામુલુ, ઇરોમ શર્મિલા, અન્ના હજારે અને અન્ય અનેક લોકોએ ઉપવાસને અહિંસક દબાણના … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ – 35 : જે પોતાને સુધારે છે, તે જ દુનિયાને બદલવાની શક્તિ મેળવે છે

આપણે ઘણીવાર દુનિયા બદલવાની વાત કરીએ છીએ, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ છે કે દરેક પરિવર્તનની શરૂઆત પોતાના અંતરમનથી થાય છે. મહાભારતમાં શ્રીકૃષ્ણે અર્જુનને સૌપ્રથમ બીજાઓની ભૂલો જોવાનું નહીં, પરંતુ પોતાની મૂંઝવણ, ભય અને કર્તવ્યને સમજવાનું શીખવ્યું. જ્યારે અર્જુનના વિચારો બદલાયા, ત્યારે તેના નિર્ણયો બદલાયા અને અંતે ઇતિહાસ પણ બદલાયો. આજના સમયમાં પણ આપણે સમાજમાં પરિવર્તન … Read more

ભાગ 17 – 🕉️ સનાતન વેદવાણી – સામવેદનો સંદેશ: પ્રાર્થના માત્ર શબ્દોમાં નહીં, જીવનમાં પણ હોવી જોઈએ

સામવેદને ગાન અને ઉપાસનાનો વેદ કહેવાય છે. પરંતુ સામવેદનો સંદેશ માત્ર મંત્રોના સ્વર સુધી મર્યાદિત નથી. તે આપણને શીખવે છે કે પ્રાર્થના માત્ર હોઠોથી નહીં, જીવનના આચરણમાં પણ દેખાવવી જોઈએ.જો આપણે પ્રાર્થનામાં શાંતિ માંગીએ અને રોજિંદા જીવનમાં ક્રોધ, ઈર્ષ્યા અને દ્વેષ રાખીએ, તો પ્રાર્થનાનો સાચો અર્થ અધૂરો રહી જાય છે. વૈદિક દૃષ્ટિએ ભક્તિનો અર્થ માત્ર … Read more

અનશનની આગ – ભાગ 9, બાબા રામદેવ: કાળા નાણાં સામેનું અનશન અને રામલીલા મેદાનની મધરાત

“હજારો લોકોની હાજરીમાં શરૂ થયેલું અનશન… અને એક મધરાતે આખા દેશને ચોંકાવી દેનારી પોલીસ કાર્યવાહી.” વર્ષ 2011. સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાંનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં હતો. એક તરફ અન્ના હજારેનું જન લોકપાલ આંદોલન ચાલી રહ્યું હતું, તો બીજી તરફ યોગગુરુ બાબા રામદેવ કાળા નાણાં પરત લાવવા અને ભ્રષ્ટાચાર સામે કડક કાયદાની માંગ સાથે દેશવ્યાપી … Read more

error: Content is protected !!